Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખડકી ગામે પત્નીએ પતિને કામ બાબતે ઠપકો આપતા ઝેરી દવા પીધી

  • August 22, 2021 

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખડકી ગામે પત્નીએ પતિને કામ ન કરવા બાબતે ઠપકો આપતા પતિએ રીંગણમાં છાંટવાની દવા પી જઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પરિવારને ખબર પડતાં તાત્કાલિક પારડીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેયો હતો. બનાવ અંગે પારડી પોલીસે નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી હતી.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પારડીના ખડકી ગામે બચુભાઈની ચાલમાં રહેતા રાજેશભાઈ રમણભાઈ પટેલની પત્ની રાધાબેન પટેલે પતિ રાજેશભાઈને કામ નહીં કરવા બાબતે ઠપકો આપતા રાજેશભાઈએ પોતાની ઘરે જ રીંગણમાં છાંટવાની જંતુનાશક દવા પી ગયા હતા. જે અંગે રાજેશભાઈની પત્ની અને પરિવારને જાણ થતા તાત્કાલિક પારડી મોહન દયાળ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. ઘટના અંગે પારડી પોલીસ મથકે પત્ની રાધાબેન પટેલે જાણ કરતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. પોલીસે રાજેશભાઈની પત્ની રાધાબેનનું નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application