વલસાડ તાલુકાના ખાપરવાડાથી એક ટેમ્પોમાં 2 ગૌવંશ ભરીને કતલખાને લઇ જવાનો હોવાની ગૌરક્ષકોને બાતમી મળી હતી જે બાતમીના આધારે ગૌરક્ષકોએ ડુંગરી વિસ્તારમાં અલગ-અલગ ટીમો બનાવી નજર રાખતા એક ટેમ્પોનો પીછો કર્યો હતો. ટેમ્પો ચાલકે ગૌરક્ષકોનો પીછો થઇ રહ્યો હોવાનું જાણતા ડુંગરી ગામના વિવિધ વિસ્તારોમાં ટેમ્પો ભગાડી દીધો હતો. બનાવ અંગે ડુંગરી પોલીસને પણ જાણ કરવામાં આવતા પોલીસ પણ ટેમ્પો પકડવા સતર્ક થઇ હતી. દરમિયાન ડુંગરી નજીકના ધરાસણા અને ડુંગરી વચ્ચે રેલ્વે ઓવરબ્રિજ પાસે ડુંગરી પોલીસે આ ટેમ્પોને ઝડપી પાડ્યો હતો. ટેમ્પો કબ્જે લઇ ટેમ્પો ચાલક અર્જુન નાયકાને નીચે ઉતારી પુછપરછ કરવામાં આવી હતી. જેમાં આરિફ ઉર્ફ મુન્ના નામના ઇસમ સહિત બે જણાના નામ પણ ખુલ્યા હતા. ડુંગરી પોલીસે અર્જુનની અટકાયત કરી 2 ઇસમને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application