વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો જીઆરડીએ ફરીયાદી પાસે દારૂનો ધંધો કરવાના હપ્તા પેટે ૧ હજાર રૂપિયા માંગ્યા હતા.જોકેઆ જીઆરડી જવાનને લાંચ માંગવી ભારે પાડી છે.ફરિયાદીએ એસીબીને જાણ કરતા છટકુ ગોઠવીને જીઆરડીને ઝડપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એસીબીના કર્મચારીને જોઈ જતા પોતે ૧ હજાર રૂપિયા લઇ બાઈક પર ફરાર થઈ ગયો છે.
આ ઘટનાની વિગત મુજબ, વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો જીઆરડી પ્રતિકભાઇ દિલીપભાઇ પટેલ લાંચના રૂપિયા લઈ ફરાર થયો હતો.જીઆરડીએ ફરીયાદીને ફોન કરી દારૂનો ધંધો કરવાના હપ્તા પેટે ૧ હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી.જોકે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય,ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરતા છટકુ ગોઠવીને જીઆરડીને ઝડપવાનો પ્રયાસ કર્યો હતો.ગુંદલાવ જુની જી.આઇ.ડી.સી. પ્લોટ નંબર-૫ માં આવેલ પ્રતિક વુડ ઇન્ડસ્ટ્રીઝના ગેટની સામે તા.૦૭મી સપ્ટેમ્બર ૨૦૨૩નારોજ લાંચના છટકા દરમ્યાન જીઆરડીએ ફરીયાદી પાસેથી રૂપિયા ૧ હજારની લાંચ માંગણી કરતા એસીબી ટીમના સભ્યોને જોઇ શંકા જતા પોતાની બાઈક પુરઝડપે હંકારી લાંચની રકમ લઇ ભાગી જતા એસીબીએ જીઆરડી પ્રતિકભાઇ પટેલને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application