Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ : ટ્રેનમાં તીન પત્તીનો જુગાર રમતી પાંચ મહિલા ઝડપાઈ

  • October 05, 2023 

વલસાડ રેલવે સ્ટેશન ઉપર આવેલ ભુજ-દાદર સયાજી એક્સપ્રેસ ટ્રેનમાં જુગાર રમતી પાંચ મહિલાને જી.આર.પી. પોલીસે પકડી પાડી હતી અને તેમના કબ્જામાંથી રોકડ રૂપિયા જપ્ત કરી ધરપકડ કરવામાં આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભુજથી મુંબઇ તરફ જઇ રહેલી સયાજી એક્સપ્રેસ ટ્રેનના એન્જિનના પાછળના જનરલ કોચમાં ટોઇલેટ પાસે પાંચ મહિલાઓ કુંડાળુ વાળીને તીન પત્તીનો જુગાર રમતી હો‌વાની બાતમી વલસાડ જી.આર.પી.ને મળી હતી.



જેને લઇ પોલીસે પ્લેટફોર્મ નં.3 ઉપર વોચ ગોઠ‌વતા સવારે 11 વાગ્યે સયાજી ટ્રેન આવી પહોંચતા જ જનરલ ડબ્બામાં પોલીસ પહોંચી ગઇ હતી. જ્યાં બબીતા ઇગળે, ધર્મિષ્ઠા રાણા, ખુશ્બુ ઉર્ફ બિજલી સિદદીકી, દક્ષા વસાવા અને ખુશ્બુ પ્રકાશ પટેલ નાઓને રોકડ રકમ સાથે ચાલુ ટ્રેનમાં ટોઇલેપ પાસે બેસી તીનપત્તીનો જુગાર રમતા પકડી પાડી હતી. જેમની વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી જેલ ભેગી કરાઇ હતી. મહિલાઓ ઘણા લાંબા સમયથી સયાજી એક્સપ્રેસમાં તેમજ અન્ય ટ્રેનોમાં પણ જુગાર રમતી હતી કે કેમ તેની તપાસ પણ રેલવે પોલીસ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application