Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સમુદ્રમાં ભારે પવન ફુંકાવાની આગાહી, માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના અપાઈ

  • May 29, 2022 

અરબી સમુદ્રમાં તારીખ 28, 29 અને 30 મે દરમિયાન ભારે પવન ફુંકાવાની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના જારી કરવામાં આવી છે. છેલ્લા ચારેક દિવસથી હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. આ ગાળામાં વરસાદી ઝાપટાં વલસાડ તાલુકામાં પડ્યા હતા ઉપરાંત ધરમપુર, પારડી તાલુકામાં પણ વરસાદી ઝાપટાનો માહોલ જોવા મળ્યો હતો. દરમિયાન રાજ્યના હવામાન વિભાગે તારીખ 28, 29 અને 30 મે દરમિયાન સમુદ્રમાં ભારે પવન ફુંકાવાની આગાહી કરતાં વલસાડ જિલ્લાના સમુદ્રી કાંઠાના માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના આપવામાં આવી છે.




જેને લઇ પ્રિમોન્સુન એક્ટિવિટીનાં સંકેત જોવા મળ્યા હતા. જોકે શુક્રવારે પણ વલસાડના દરિયા કાંઠે 10 થી 15 કિમીની ઝડપે પવન ફૂંકાતા તિથલ બીચના સ્ટોલ્સના મંડપો ઉડ્યા હતા અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી અને મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી સાથે હવામાં ભેજનું પ્રમાણ 77 ટકા રહ્યું હતું. જેને લઇ વાતાવરણમાં ભારે બફારો અ્ને પરસેવાને લઇ લોકો રેબઝેબ થતાં બેચેની અનુભવાઇ હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application