Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લગ્નની લાલચ આપી સગીર યુવતી સાથે દુષ્કર્મ કરનાર યુવક સામે ગુનો દાખલ

  • October 27, 2021 

વલસાડના મોગરાવાડી પંથકમાં રહેતી એક સગીર યુવતી સાથે અબ્રામાના રાજ નામના યુવક સાથે ઇન્સ્ટ્રાગ્રામ ઉપર મિત્રતા થઇ હતી.આ બંને જણા મોબાઇલ ઉપર ચેટિંગ કરતા હતા. ત્યારબાદમાં બંને વચ્ચે ગાઢ મિત્રતા થઇ ગઇ હતી. ત્યારબાદ મિત્રતા પ્રેમમા પરિવર્તીત થઇ જતાં રાજ યુવતીને તેના ઘરે પણ લઇ જતો હતો. આ સાથે આ પ્રેમીપંખીડાએ લગ્ન કરવાનું પણ નક્કી કર્યું હતું. ત્યારબાદ યુવકે સગીરાને દક્ષિણ આફ્રિકામાં લઈ જવા અને ત્યાંની સિટીઝનશીપ અપાવવાનું કહી લગ્ન કરી લઇશું જણાવ્યું હતું.

 

 

 

 

 

જોકે, રાજ નામના યુવકે યુવતી અવરનવર અ્ન્ય જગ્યાએ લઇ જઇને દૂષ્કર્મ આચર્યું હતું અને થોડા દિવસો બાદ રાજે સગીરાને છોડી ફોન કે મેસેજ કરવાનું પણ બંધ કરી દેતાં સગીરાને શક ગયો હતો અને આ યુવક સગીરાને તેના ઘરે પણ લઇ જતાં ઘરવાળાઓ પણ યુવતીને ખોટા વાયદા કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે છેવટે સગીરાએ દક્ષિણ આફ્રિકામાં સિટીઝનશીપ અપાવવા અને લગ્ન કરવાની લાલચ આપી યુવતીની સાથે દૂષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ સીટી પોલીસ મથકે નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application