બલવાડા નેશનલ હાઈવે પરથી રેંજ આઈજીની પ્રોહિબિશન ડ્રાઇવ ટીમે કન્ટેનરમાંથી 17.64 લાખનો વિદેશી દારૂના જથ્થા સાથે ચાલક અને ક્લીનરને ઝડપી પાડી અન્ય 3 જણાને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત રેંજ આઈજીની પ્રોહિબિશન ડ્રાઇવ ટીમના એએસઆઇ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, દમણથી લીલા કલરની કેબિન તથા બોડીવાળું કન્ટેનર ટ્રક નંબર MH/43/U/4782માં દારૂનો જથ્થો ભરી નેશનલ હાઇવે થઈ પલસાણા તરફ જનાર છે.
જે બાતમીનાં આધારે પ્રોહિબિશન સ્પેશ્યલ ડ્રાઇવની ટીમે બલવાડા ઓવરબ્રિજ ઉતરતા મુંબઈ-સુરત ટ્રેક પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળુ કન્ટેનર આવતા તેને રોકી તલાશી લેતા વિદેશી દારૂ તેમજ ટીન બિયરની નાની-મોટી 17580 બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા 17.64 લાખ હતી.
આમ, પોલીસે દારૂ સહિત કન્ટેનર કિંમત 10 લાખ, 3 નંગ મોબાઈલ, રોકડા રૂપિયા 7000/- મળી કુલ રૂપિયા 27,81,500/-નો મુદ્દામાલ કબજે કરી કન્ટેનર ચાલક મહમદ અનિશ મહમદ સઇદ કુરેશી (ઉ.વ.24, મૂળ રહે.નરસિંગગઢ ગામ, જિ.પ્રતાપગઢ, યુપી) અને ક્લીનર અમિત સરોજ (ઉ.વ.22, મૂળ રહે.તૌકલપુર ગામ,યુપી) નાને ઝડપી પાડ્યા હતા. જ્યારે માલ ભરાવનાર પંકજ (રહે.દમણ), પંકજ સાથે એક્ટીવાની પાછળ બેસીને આવેલો અજાણ્યો શખસ તેમજ પલસાણામાં માલ લેવા આવનાર અજાણ્યો શખસને ફરાર જાહેર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500