Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ : રૂપિયા 15 લાખની લાંચ લેતાં ઝડપાયેલ નાયબ કાર્યપાલ ઈજનેરની કોર્ટે જામીન નામંજૂર કરી

  • June 14, 2023 

વલસાડ જિલ્લા પંચાયતનાં માર્ગ અને મકાન વિભાગે નદી ઉપર બ્રિજ બનાવવાની કામગીરી કોન્ટ્રાક્ટરને સોંપી હતી. બ્રિજ બનવવાની કામગીરી પૂર્ણ થયા બાદ ફાઇનલ બિલ મંજુર કરવા માટે જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગનાં નાયબ કાર્યપાલક ઈજનેર અને આસીસટન્ટ ઇજનેરે મળીને રૂપિયા 20 લાખની લાંચની માંગણી કરી હતી. કોન્ટ્રાક્ટર દ્વારા લાંચ આપવા માંગતો ન હોવાથી ACBની ટીમનો સંપર્ક કર્યો હતો. સુરત ACBની ટીમે 10મી જાન્યુઆરી 2023નાં રોજ જિલ્લા પંચાયતના ગેટ પાસે જિલ્લા પંચાયતના નાયબ કાર્યપાલક ઈજનેર અને આસીસટન્ટ ઇજનેરના કહેવાથી તેમના ફોલ્ડરને રૂપિયા આપવા જણાવતા ACBનાં ટ્રેપમાં રૂપિયા 15 લાખની લાંચ લેતા જિલ્લા પંચાયતના નાયબ કાર્યપાલક ઈજનેર અને તેમનો ફોલ્ડર ACBનાં છટકામાં ઝડપાયા હતા.


તે કેસમાં ACBની ટીમે ચાર્જશીટ રજુ કરી હતી. આરોપીએ આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને નામદાર ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠ દ્વારા જામીન ઉપર મુક્ત કરેલ હોય જેથી હાલના આરોપીએ પેરિટી (સમાનતાનાં સિદ્ધાંત ઉપર) 12 જૂન 2023ના રોજ જામીન મુક્ત થવા વલસાડનાં વલસાડની ACBની સ્પેશ્યલ કોર્ટમાં પ્રથમ વખત કરેલ રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. તે અરજી સંદર્ભે DGP અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી વલસાડની ACBની સ્પેશ્યલ કોર્ટના જજ ટી.વી.આહુજાએ આરોપીના પ્રથમ વખતના રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે.


વલસાડ જિલ્લા પંચાયત હસ્તક આવતા નદી ઉપરના એક બ્રિજનાં નવા બાંધકામનો સબ કોન્ટ્રાકટર તરીકે એક કોન્ટ્રાક્ટરને કામ મળ્યું હતું. કોન્ટ્રાક્ટર દ્વારા વર્ષ 2019-20માં વલસાડ જીલ્લામાં આવેલ નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી, પંચાયત વિભાગ માર્ગ અને મકાન વિભાગ તરફથી નદી ઉપરથી પસાર થતા રસ્તાના બ્રિજનું કામ પેટા કોન્ટ્રાક્ટર તરીકે રાખ્યું હતું. આ કામ પુર્ણ થતા તેના ફાઈનલ બીલ મંજુર કરવાની કાર્યવાહી કરવા બદલ જિલ્લા પંચાયતના નાયબ કાર્યપાલક ઈજનેર અને આસીસટન્ટ ઇજનેરે રૂપિયા 20 લાખની લાંચની માંગણી કરી હતી.



જેનું 15 લાખમાં ડિલ નક્કી કરવામાં આવી હતી. પેટા કોન્ટ્રાક્ટર જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના લાંચિયા અધિકારીઓને લાંચ આપવા માંગતો ન હોવાથી ACBની હેલ્પલાઇન ઉપર વલસાડ જિલ્લા પંચાયતના લાંચિયા અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ સુરત ACBની ટીમને મળતા સુરત ACBની ટીમે ગત તારીખ 10 જાન્યુઆરી 2023નાં રોજ લાંચનું છટકું ગોઠવ્યું હતું. વલસાડ જિલ્લા પંચાયતની કચેરીના ગેટ પાસે ACBની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લા પંચાયતના નાયબ કાર્યપાલક ઈજનેર નિલય ભરતભાઇ નાયક અને આસીસટન્ટ ઇજનેર અનિરૂધ્ધ માધુસિંહ ચૌધરીનાં કહેવા મુજબ તેમના ફોલ્ડર વિક્ર્મભાઈ ક્રાતીભાઈ પટેલને લાંચની રકમ આપવા જણાવ્યું હતું. અને ACBનાં લાંચના છટકામાં ફોલ્ડર ઝડપાઇ ગયો હતો સાથે જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગનાં નાયબ કાર્યપાલક ઇજનેરને ACBની લાંચના કેસમાં ઝડપી પાડયા હતા.



કેસમાં ACBની ટીમે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આરોપીએ આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને નામદાર ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠ દ્વારા જામીન ઉપર મુક્ત કરેલ હોય જેથી હાલના આરોપીએ પેરિટી (સમાનતાનાં સિદ્ધાંત ઉપર) તારીખ 12 જૂન 2023નાં રોજ નિલયકુમાર ભરતભાઇ નાયકે જામીન મુક્ત થવા વલસાડનાં વલસાડની ACBની સ્પેશ્યલ કોર્ટમાં પ્રથમ વખત કરેલ રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. તે અરજી સંદર્ભે DGP અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી વલસાડની ACBની સ્પેશ્યલ કોર્ટના જજ ટી.વી.આહુજાએ આરોપીનાં પ્રથમ વખતના રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application