Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાઈક સ્લીપ થતા યુવકનું મોત

  • October 14, 2021 

કપરાડાના ધોધડકુવાના નિશાળ ફળિયામાં રહેતો મયંક રાજેશભાઇ પટેલ (ઉ.વ.24) જે ગત તા.12મી એ રાત્રે બુલેટ લઇને ફળિયામાં આંટો મારવા નીકળ્યો હતો અને ફળીયામાં આંટો મારી રાત્રે 10 કલાકે બુલેટ લઇને ઘરે જઇ રહ્યો હતો તે સમયે આંગણવાડી નજીક કોઇક કારણોસર યુવક બાઇક ઉપરથી કાબુ ગુમાવતા તે રોડ ઉપર સ્લીપ થઇ ગયો હતો. જોકે ચાલકની બુલેટ સ્લીપ મારી જતા ચાલક ડામર ઉપર જોરદાર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ 108ની મદદથી ઇજાગ્રસ્ત યુવકને સાઈનાથ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યા બે કલાક સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application