Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ : કાર અને બાઈક વચ્ચેનાં અકસ્માતમાં બાઈક ચાલકનું મોત

  • April 19, 2024 

ધરમપુરના ઝરીયા ગામે રોંગ સાઈડ પસાર થઈ રહેલા મહારાષ્ટ્રના નાસિક વિસ્તારના બાઈક ચાલકે તેની બાઈક ધરમપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખની કાર સાથે ધડાકાભેર અથડાવીને અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાઇક ચાલકનું સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.


મળતી માહિતી મુજબ, ધરમપુરના માંકડબન ગામના પટેલ ફળિયામાં રહેતા સુરેશભાઈ નાનજીભાઈ પટેલ ખેતી કામ કરે છે અને તેઓ હાલમાં ધરમપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે જોકે તેઓ મોડી સાંજે સુરેશભાઈ તેમની કાર નંબર GJ/15/CF/3303 લઈને ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે સામેથી રોંગ સાઈડથી આવી રહેલી બાઈક નંબર MH/15/GK/0460નાં ચાલક તુકારામભાઈ સોમાભાઈ ગાયકવાડ (રહે.આમદા ગામ, તા.સુરગણા, જિ.નાશિક, મહારાષ્ટ્ર)નાંએ સુરેશભાઈની કાર સાથે અકસ્માત સર્જ્યો હતો આ અકસ્માતમાં રોડ પર બાઈક સાથે પટકાયેલા તુકારામને ગંભીર ઈજા થઈ હતી જોકે સ્થળ પર પહોંચેલી 108ની ટીમના ઇ.એમ.ટી.એ ઈજાગ્રસ્ત તુકારામને તપાસી મૃત જાહેર કર્યો હતો જે બાબતે સુરેશભાઈ પટેલે અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે ધરમપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application