Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દારૂનાં નશામાં ધમાલ કરીને યુવતી સાથે ગેરવર્તન કરનાર ટીઆરબી જવાનની ધરપકડ

  • May 16, 2022 

વાપી ટાઉન સ્થિત રેલવે ઓવર બ્રિજ નીચે કસ્ટમ માર્ગ ઉપર ટીઆરબી જવાન દારૂના નશામાં ધમાલ કરીને એક યુવતી સાથે ગેરવર્તન કરાતા સ્થાનિક રહીશે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. દારૂના નશામાં લથડિયા ખાતાં ટીઆરબી જવાનની પોલીસે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, વાપી મચ્છી માર્કેટમાં આવેલા પ્રિન્સ કોમ્પલેક્સમાં રહેતા અજીમ અયુબભાઇ જરોલિયાએ રાત્રિના દોઢ વાગ્યે જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કરી હતી કે, ટાઉન સ્થિત રેલવે ઓવર બ્રિજની નીચે એક યુવક દારૂના નશામાં ધમાલ કરીને બૂમાબૂમ અને ગાળાગાળી કરીને રહીશોને પરેશાન કરી રહ્યો છે.



જેના આધારે કંટ્રોલે વાપી ટાઉન પોલીસને વર્દી આપતા એક ટીમ સ્થળ ઉપર પહોંચીને નશામાં ધમાલ કરતા ટીઆરબી જવાન વિશાલ ઓમપ્રકાશ સિંગ (રહે.જીવનજ્યોત કોમ્પલેક્સ, ચલા વાપી) નાની ધરપકડ કરી હતી. જોકે ટીઆરબી જવાને રવિવારે મધરાત્રે નશાની હાલતમાં એક યુવતિની પણ છેડતી કરીને ગેરવર્તન કર્યુ હોવાનું જાણવા મળે છે. જોકે હાલ તો વાપી ટાઉન પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ટીઆરબી જવાન વિશાલસિંગની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application