Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અતુલ ગામેથી IPL મેચ પર ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમાડનાર એક ઈસમ ઝડપાયો

  • April 27, 2022 

વલસાડ નજીક અતુલમાં મૈત્રીપાર્ક હોલ સામે એક ઇસમ IPLની જીવંત મેચનો ક્રિકેટ મેચનો સટ્ટો રમાડતો હોવાની બાતમી મળતા રૂરલ પોલીસે સિફત પૂર્વક સ્થળ પર છાપો મારતાં એક ઇસમ તેના ઘરના પગથિયાં ઉપર બેસી 3 મોબાઇલ ફોન ઉપર ગ્રાહકોને પંજાબ કિંગ્સ ઇલેવન અને ચેન્નઇ સુપર કિંગ વચ્ચે રમાઇ રહેલી 20-20 ક્રિકેટ મેચનો ઓનલાઇન સ્કોર જોઇને સટ્ટો રમાડી રહ્યો હોવાનું માલૂમ પડ્યું હતું. આમ, પોલીસે આ ઇસમ પરવેઝ સમદ શેખની ધરપકડ કરી પૂછપરછ કરતા તેણે સુરતના કોઇ મનોજ નામના ઇસમ પાસે રૂપિયા 1.30 લાખમાં આઇડી ખરીદી તેના નામે પેટા આઇડી કરી ગ્રાહકોને મોબાઇલ ફોનમાં આપી હતી. 


આ ઉપરાંત મુંબઇના કોઇ નવીન નામના ઇસમ પાસેથી રૂપિયા 30 હજારમાં આડી ખરીદી પોતાના માસ્ટર આઇડી ઉપર પેટા આઇડી આપી ઓનલાઇન ક્રિકેટ સટ્ટાના ભાવો મુજબ જુગાર રમાડતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે પરવેઝ શેખની ધરપકડ કરી તેના મોબાઇલ પરથી ક્રિકેટ બેટિંગનો સટ્ટો રમી રમાડતા રહેલા વોન્ટેડ મનોજ નામનો ઇસમ, સોહેલ, ઝૈદ, મોહમદ સિદ્દિક નામના ઇસમો અને વલસાડ તાઇવાડનો સલમાન પઠાણ અને વોન્ટેડ મનોજ નામના ઇસમ સહિત 6 જણા વિરૂધ્ધ IPL મેચમાં મોબાઇલ પર ઓનલાઇન બેટિંગ કરી ક્રિકેટ સટ્ટો રમાડવાના ગેરકાયદે ગુના હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application