સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં આવેલી એક ઓઇલ કંપનીમાં ગતરોજ મોડી રાત્રે આકસ્મિત રીતે આગ લાગવાની ઘટના બની હતી જયારે આગ લાગવાને કારણે કામદારોમાં દોડધામ મચી ગઇ હતી અને કંપનીમાં ઓઈલના ડ્રમ હોવાથી આગ વધારે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. જોકે, આ આગની ઘટનાની જાણ સેલવાસ ફાયર વિભાગની ટીમને થતા ફાયર ટીમનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
વધુમાં વાપી અને સેલવાસની કંપનીઓના ફાયર ટીમનો કાફલો પણ મદદે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના સ્થળથી મળેલી માહિતી અનુસાર, આ કંપનીમા કોઈપણ જાતની ફાયર સુવિધા ન હતી અને બીજુ આ કંપનીની બાજુમા જ વર્કરોને રહેવા માટે ચાલી બનાવવામા આવેલી છે. જ્યા કંપની આવેલી છે ત્યા અંદર જવાનો રસ્તો પણ એકદમ સાંકડો છે જેના કારણે ફાયરની ગાડીઓને પણ અંદર લઈ જવામા પણ તકલીફ પડી હતી. જોકે આ આગની ઘટનામા કોઈપણ જાતની ઇજા કે જાનહાનિ થઇ ન હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application