વલસાડના પારનેરા ગામે મુકુન્દ વિસ્તારમાં ગત તા.17ના રોજ એક કાર લઇને ગૌતસ્કરો ગાયને પકડવા આવ્યા હતા. જ્યાં તેમને બે ગાયને ઇન્જેક્શન મારીને બેભાન કરી દીધી હતી. ત્યારબાદ કારમાં આ ગાયોને ભરી ઉઠાવી જવાનો પ્રયાસ કરતા કેટલાક સ્થાનિકોને નજરે ચઢી જતાં લોકોનું ટોળુ ભેગું થઇ ગયું હતું. જેના પગલે લોકો પકડી પાડે તે પહેલા જ ગભરાઈ ગયેલા ગૌતસ્કરો ગાયો ત્યાં જ મૂકીને કારમાં ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસને જાણ કરાતા પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી.
જ્યાં નાકાબંધી કરીને ગૌતસ્કરોને પકડવા કાર્યવાહી હાથ ધરી હતી. જોકે હજી આ ગૌતસ્કરો પકડાયા ન હતા. પારનેરામાં ગૌતસ્કરીનો પ્રયાસ લોકોની સતર્કતાને લઇ નિષ્ફળ રહ્યો હતો. આ ઘટનાની અગ્નિવીર સેવા દળને કરવામાં આવતા આ સંસ્થાના કાર્યકરો પણ પારનેરા મુકુન્દ કંપની રોડ ઉપર પહોંચી ગયા હતા જ્યાં બેભાન થયેલી ગાયોની સારવાર કરી તેમને ચાલતી કરી દીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application