Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રકે બાઈકને અડફેટે લેતાં 18 વર્ષીય યુવકનું મોત

  • February 16, 2021 

વલસાડનાં સેગવા ગામના રાજપૂત ફળિયામાં રહેતા ભગવાનસિંહ રાઠોડ વલસાડ ખેરગામ રોડ પાસે હાર્ડવેર દુકાન ચલાવી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેમનો 18 વર્ષીય પુત્ર રોહન વલસાડની જી.વી.ડી.સાર્વજનિક હાઈસ્કુલમાં ધોરણ-12માં અભ્યાસ કરતો હતો.

 

 

 

રોહન વલસાડનાં કાપરીયા ગામે મામાનાં ઘરે 2 દિવસ માટે રહેવા ગયો હતો. ત્યારબાદ રોહન સવારે બાઈક નંબર જીજે/15/ડીકે/7128 લઈને પરત સેગવા ગામે આવા માટે નીકળ્યો હતો. તે સમયે વલસાડનાં પીઠાથી કાંજણરણછોડ ગામ તરફ જતા રસ્તા ઉપર આવેલા સારંગપુર ગામના ભય જનક વળાંક પાસેથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન કાંજણરણછોડ ગામેથી પીઠા તરફ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતો ટ્રક નંબર જીજે/06/ટી/7137નાં ચાલકે રોહનની બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ઉપરથી રોડ ઉપર પટકાયેલો રોહન ટ્રકના પાછળના ટાયર નીચે આવી જતા ગંભીર ઈજા થવાથી તેનું ઘટના સ્થળ પર જ કમકમાટી મોત નીપજ્યું હતું.

 

 

 

આ બનાવમાં મૃતકના સંબંધી રાકેશભાઈ ઠાકોરે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ પી.એસ.આઈ. જી.આઈ.રાઠોડે હાથ ધરી હતી.                       


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application