ઉપરવાસમાં પડી રહેલ ભારે વરસાદના કારણે ઔરંગા નદી સહિત જિલ્લાની તમામ નદીઓ ભય જનક સપાટીએ વહી રહી છે. જયારે વલસાડ શહેર નજીક આવેલ ઔરંગા નદી પોતાની ભયજનક સપાટી વટાવી નદી ઉપરથી નદીનાં પાણી વહી રહ્યા હતા. જિલ્લાનાં વહીવટી તંત્ર દ્વારા કાશ્મીર નગર અને બરૂડિયાવાડ સહિત નીચાણવાળા વિસ્તારમાં રહેતા 35 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લામાં મોડી રાત્રે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લાની તમામ નદીઓ ભયજનક સપાટી નજીક નદીઓ વહેવા લાગી હતી.
જેને લઈને વલસાડ શહેર અને નીચાણવાળા વિસ્તારોમાં પુરની સ્થિતિ જોવા મળી હતી. મોડી રાત્રે વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદથી વલસાડની ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી હતી. ઔરંગા નદી ભયજનક સપાટી વટાવી 6 મીટરએ પોહચતા ઔરંગા નદીના પાણી વલસાડ શહેરમાં ઘૂસ્યા હતા. વલસાડના કશ્મીર નગર વિસ્તારમાં પાણી ભરાતા વહીવટી તંત્ર દ્વારા 35 લોકોને સ્થળાંતર કરાવવાની જરૂર પડી હતી.
ઔરંગા નદી ભય જનક સપાટી એ વહેતા મોડી રાતથી વહીવટી તંત્રએ SDRFની ટીમની મદદ લઈને ઔરંગા નદીના તટ વિસ્તારમાં રહેતા લોકોનું વહીવટી તંત્ર દ્રારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા. કાશ્મીરનગરમાં નદીનાં તટ વિસ્તારમાં રહેતા 35 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વલસાડ ડિઝાસ્ટર મામલતદાર, પ્રાંત અધિકારી સહિત વહીવટી તંત્ર મધ્ય રાત્રીએ પણ એલર્ટ મોર્ડમાં જોવા મળ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500