દાદર નગર હવેલીના નરોલી ગામે સરકારી શાળાના નવા મકાનનું બાંધકામ ચાલી રહ્યું છે જેમાં મજૂરી કામ કરતા અને ત્યાં જ રહેતો એક મજૂર રાત્રે આકસ્મિક રીતે નીચે પટકાતા એનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જયારે તે ન દેખાતા શોધ ખોળમાં તેની લાશ નીચે પડેલી જોવા મળી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નરોલી ગામે મોરી ફળિયામાં પ્રશાસન દ્વારા જૂની શાળાનું મકાન તોડી એની જગ્યાએ નવું મકાન બનાવવામાં આવી રહ્યું છે. જેનું કામ યોગેશ કન્સ્ટ્રક્શન એજન્સીને સોપવામાં આવેલું છે. હાલમાં અમ્રત કોન્ટ્રાકટરના અંડરમાં મજૂરો અહીં કામ કરી નિર્માણાંધીન બિલ્ડીંગમાં જ રહે છે.
જેમાંથી એક મજૂર સાવલસીંગ (ઉ.વ.40, મૂળ રહે.રાજસ્થાન) નાઓ જે રાત્રે જમ્યા બાદ બીલ્ડીંગમાં ઉપર જતો રહ્યો હતો અને એની સાથે રહેતા બીજા મજૂરો ખાઈને સુવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે સાવલસીંગ ન દેખાતા આજુબાજુ શોધખોળ કરી હતી ત્યારે બિલ્ડીંગની નીચે જોતા તે પટકાયેલો જોવા મળ્યો હતો.
જેથી સાથી કામદારોએ તાત્કાલિક કોન્ટ્રાક્ટરને ફોન કર્યો હતો અને સાથે સામે જ પોલીસ સ્ટેશન હોય પોલીસને પણ જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઇ પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલાવી હતી. ઘટના અંગે નરોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500