પારડીના ખડકી ગામે સાંઈ મંદિર સામે નેશનલ હાઇવેનાં ઓવર બ્રિજ ખાતે ચઢતા જ આઇસર ટેમ્પો કોઈ તકનીકી ખામી સર્જાતા અચાનક ટેમ્પો ડ્રાઈવર રશિકભાઈ ઉમરભાઈ મલેક (રહે.આણંદ) નાએ ટેમ્પાને વચ્ચેના ટ્રેક પર છોડી કારીગર લેવા માટે ગેરેજમાં ગયો હતો. તે દરમિયાન કોલસા ભરેલ ડમ્પર નંબર GJ/16/AV/9779ના ચાલક ઉભેલા ટેમ્પા પાછળ ધડાકાભેર ડમ્પર અથડાવી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
જયારે આ અકસ્માતમાં ડમ્પર ચાલક ધર્મેન્દ્ર પટેલ (હાલ રહે.સુરત અને મૂળ એમપી)નાઓ પોતાના જ ડમ્પર ટ્રકના કેબિનમાં ફસાઈ ગયો હતો. જોકે અકસ્માતની જાણ થતાં સ્થળ ઉપર ટ્રાફિક પોલીસ, પારડી પોલીસ, 108 તથા અન્ય ભેગા થયેલા લોકોના પ્રયત્નો દ્વારા પણ બહાર ન નીકળતાં આખરે એક ટેમ્પો ઘટના સ્થળે બોલાવી કેબિનને બાંધીને ખેંચી ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો અને 108ની મદદથી પ્રથમ પારડી CHC ખાતે ખસેડાયો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application