પારડી તાલુકાના ઓરવાડ-ઉદવાડા પાસેના નેશનલ હાઈવે નંબર-48 પર વલસાડથી વાપી જતા ટ્રેક ઉપર એક કાર ચાલકે સાઈકલ સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સાઈકલ ચાલકના બંને પગ ફ્રેક્ચર થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
ઓરવાડના હોટલ શિવદર્શનની સામે હાઈવે પર રામજનમ સંતોષ કેવટ પોતાની સાઈકલ લઈને જઈ રહ્યા હતા. તે સમય દરમિયાન એક વેગનાર કાર નંબર ડીએન/09/જી/1182નો ચાલક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સાઈકલ સવાર રામજનમને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા તેને 108ની મદદથી સારવાર અર્થે પારડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેઓને બંને પગમાં ફ્રેકચર થયું હોવાનું ડોકટરે જણાવ્યું હતું. આ બનાવમાં કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
આ ઘટના અંગે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application