વાપીના મોહિતપાર્ક ખાતે પોતાનું મકાન ધરાવતો 20 વર્ષીય યુવક દીપાંશુ દિનેશ હટકરે ગત તા.04 ઓગસ્ટે રાત્રે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે વાપી ટાઉન પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળ ઉપર આવી લાશનો કબ્જો લઈ પી.એમ. કરવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને મળેલી જાણકારી મુજબ મૃતક દીપાંશુના પિતા ઘણા વર્ષો પહેલા જ મૃત્યુ પામ્યા હતા અને તે પછે તેઓ માં-દીકરા બે જ ઘરમાં રહેતા હતા. પરંતુ 3 માસ પહેલા દીપાંશુની માતા કોરોનાને કારણે મૃત્યુ પામ્યા હોય દીપાંશુ એકલો પડી ગયો હતો જેથી તેને હતાશ થઈ આપઘાત કરી લીધાનું તારણ કાઢવામાં આવી રહ્યું છે. હાલ વાપી ટાઉન પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application