ઉમરગામ ગંગા નગરના વિસ્તારમાં હેમંત ભાનુશાલીની ભાડાની દુકાનમાં એક ઈસમ ગેરકાયદે મોટા ગેસના સીલીન્ડરમાંથી નાના ગેસના સીલીન્ડરમાં ગેસનું રિફીલિંગ કરી પોતાની દુકાનમાંથી ગ્રાહકોએ ઊંચા ભાવે વેચાણ કરે છે. જેથી એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચીને હેમંત ભાનુશાલી ની ભાડાની દુકાનમાં તપાસ કરતા દુકાન ની અંદરથી રામપાલ પટેલ (ઉ.વ.22) જે ગેસ એજન્સી કે કોઈ સત્તાધિકારીનું ગેસ રિફીલિંગ કરવાનું લાઈસન્સ ન હોવા છતા રિલાયન્સ કંપની ના 15 કિલો વાળા રાંધણગેસના બાટલા માંથી રિફીલિંગ મશીનરી સાથે બીજા પેસાનિક કંપનીના ચાર કીલોવાળા લાલ કલરના નાના ગેસ સીલીન્ડરમાં ગેસ ભરી રહ્યો હતો.
તદ્દઉપરાંત સામાન્ય ગેસ ભરીને તે સીલીન્ડરોને દુકાન પર આવતા ગ્રાહકોને 100 રૂપિયા વધુ લઈને વેચાણ કરતો હોવાનું જણાવતા પોલીસે સીલીન્ડરો, વજન કાંટો અને ગેસ રિફીલિંગ પાઈપ જપ્ત કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application