વલસાડનાં નાનાપોઢાથી નાસિક જતા નેશનલ હાઈવે ઉપર જોગવેલ ગામના તાંડ ફળીયામાં ગત તા.23નાં રોજ સાંજે કન્ટેનર નંબર જીજે/15/એટી/6448નાં ચાલકે આગળ ચાલતી બાઇક નંબર જીજે/15/ડીજી/5447નાં ચાલકને પાછળથી ટક્કર મારી ઘટના સ્થળથી 60 ફૂટ સુધી લાંબે ઘસડી ગયો હતો. જયારે બાઈક ચાલક રાકેશ ગુલાબભાઈ ચૌધરી (રહે.માંડવા,વડદેવી ફળીયા)નું ગંભીર ઈજાના કારણે ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. જોકે બનાવની જાણ નાનાપોઢા પોલીસને કરતા પોલીસ સ્થળ ઉપર દોડી આવી તપાસ હાથ ધરી લાશનો કબ્જો લઈ નાનાપોઢા સરકારી હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application