ધરમપુરમાં ઈજાગ્રસ્ત હાલતમાં મળેલી યુવતીને સુરત સિવિલ લવાઇ હતી. જ્યાં યુવતી 12 દિવસ બાદ ભાનમાં આવતા તેની સાથે બળાત્કાર ગુજારાયો હોવાનું સામે આવ્યું હતું. યુવતીએ ભાનમાં આવ્યા બાદ તબીબને આપવીતી જણાવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની વિગત એવી છે કે, ધરમપુરના એક ગામમાં રહેતી 26 વર્ષીય યુવતી ગત તા.7મેના રોજ લગ્ન પ્રસંગમાં ગયા બાદ બાઈક પરથી પટકાતા ઈજાગ્રસ્ત થયાની કેફીયત સાથે ખાનગી હોસ્પિટલ બાદ સુરતની સિવિલમાં ખસેડાઈ હતી.
જોકે નવી સિવિલ હોસ્પિટલમાં આઈ.સી.યુ.માં સારવાર માટે દાખલ યુવતી બુધવારનાં રોજ ભાનમાં આવી હતી અને ભાનમાં આવેલી યુવતીએ તબીબને તેને સાથે લઈ જનાર કનુભાઈ નામની વ્યક્તિએ તેને ઢોર મારમારી તેના સાથે બળાત્કાર ગુજાર્યો હોવાનું જણાવ્યું હતું. જેથી તબીબે આ બાબતે પોલીસને જાણ કરી હતી. જેથી સુરત પોલીસે ધમરપુર પોલીસને જાણ કરતા ધરમપુર પોલીસે બનાવ અંગે તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application