પારડી તાલુકાના મોટાવાઘછીપા ગામે રોહિતવાસ ખાતે તેના સાસરે રહેતો વિજય નટુભાઈ બાવાજી (ઉ.વ.38) નાએ ગત બુધવારે બપોરે સાસરીના ઘરે હોલમાં લાગેલી લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. બનાવ અંગેની જાણ આજુબાજુમાં રહેતા લોકોને થતા દોડી આવ્યા હતા અને તાત્કાલિક તેને નીચે ઉતારી તબીબને સારવાર માટે બોલાવ્યા હતા ત્યારે ડોક્ટરે વિજયને મૃત જાહેર કર્યો હતો. જોકે સાસરા પક્ષના મતે જમાઈ વિજય બપોરે ઘરમાં સૂતેલો હતો ત્યારબાદ બપોરે 2 થી 4ના સમયમાં ગળે ફાંસો ખાધો હતો. જયારે વિજયના આપઘાત પાછળ બે સંતાનો સાથે પરિવારનું ભરણ પોષણ કરી શકતો ન હતો કારણે તેને કોઈ કામ ધંધો મળતો ન હતો. જેથી આર્થિક પરિસ્થિતિ ગંભીર બની હોય માનસિક તણાવમાં આવી તેમણે આપઘાત કર્યો હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. બનવા અંગે પારડી પોલીસે લાશનો કબ્જો લઇ પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application