વાપી શહેર અને તાલુકામાં કોરોનાના વધતા કેસોને રોકવા રવિવારે સરકારી તંત્રને એલર્ટ કરવામાં આવ્યા છે. કોરોના કેસોને ધ્યાનમાં રાખતા વલસાડ જીલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ, વાપીના વહીવટ તંત્ર તથા વેપારી એસોસીયેશન સાથે સંયુક્ત મીટીંગ યોજી કોરોનાના વધતા સંક્રમણને રોકવા માટે રવિવારે સમગ્ર વાપીના બજારો, દુકાનો, લારી-ગલ્લા, હોટલોએ સપૂર્ણ લોકડાઉન પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રવિવારે વાપી શહેર અને તાલુકાને સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે તેમજ વેપારી એસોસીયેશન દ્વારા આગામી 30 એપ્રિલ સુધી દુકાનો અને બજારો રાત્રિના 8 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી બંધ રાખવાની ખાતરી આપી છે. જોકે, રવિવારે દવાઓ, દૂધ વિતરણ, તથા આવશ્યક સેવાઓને દુકાનો ચાલુ રાખવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500