Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાયકલ ચલાવતા બાળકને ટ્રકે અડફેટે લેતા મોત

  • September 29, 2021 

દમણના ડાભેલ ખાતે એક ચાલીમાં રહેતો 9 વર્ષીય બાળક રાત્રિના સમયે સાયકલ ચલાવી રહ્યો હતો. તે દરમિયાન માલ લોડ કરી આવતા ટ્રકના ચાલકે તેને અડફેટમાં લેતા બાળકનું સ્થળ ઉપર મોત થયું હતું. બનાવની જાણ થતા દમણ પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને ટ્રકચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

 

સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર, સંઘપ્રદેશ દમણના ડાભેલ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે અમરતભાઇની ચાલીમાં રહેતા હનુમંત તિવારીનો 9 વર્ષીય પુત્ર રાજ ગતરોજ રાત્રે ઘર બહાર રસ્તા ઉપર સાયકલ ચલાવી રહ્યો હતો. તે દરમિયાન કંપની માંથી માલ લોડ કરી આવતા ટ્રકના ચાલકે બાળકને અડફેટે લેતા તેના માથા પરથી ટાયર ફરી વળ્યું હતું. બનાવની જાણ થતાં જ પીએસઆઇ ધનજી દુબરીયા તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આરોપી ચાલક ધીરેશ રતન તુમડાને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ બાદ મૃતક બાળકના પરિજનો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. પોલીસે લાશને પીએમ માટે મોકલાવી દીધા બાદ વધુ કાર્યવાહી હાથ ધરી છે. બાળકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ ફેલાઇ ગયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application