વલસાડ તાલુકામાં રહેતી 17 વર્ષીય સગીરાને બારડોલી તાલુકાનાં કછોલી ગામમાં રહેતા એક શખ્સે લગ્ન કરવાની લાલચ આપી પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારબાદ સગીરાનું તા.1 મેના રોજ અપહરણ કરી ગયો હતો જોકે સગીરાના પરિવારના સભ્યોને સગીરા ઘરે ન મળતા સગીરાની શોધખોળ હાથ ધરી હતી. જયારે સગીરાના પરિવારના સભ્યોએ તપાસ કરતા કછોલીનો એક યુવક સગીરાનું અપહરણ કરી ગયો હોવાની જાણ થતાં નજીકના પોલીસ મથકે ગત તા.4 મેના રોજ સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વલસાડ તાલુકામાં રહેતી એક સગીરાને બારડોલી તાલુકાના કછોલી ગામના શખ્સે પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવાની લોભામણી લાલચો આપીને પ્રેમ જાળમાં ફસાવી હતી. સગીરાને પ્રેમ જાળમાં ફસાયા બાદ ગત તા.1 મે 2022ની બપોરે સગીરા ઘરે પાસેથી સગીરાને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ગયો હતો. જોકે સગીરા ઘરે ન મળી આવતા સગીરાના પરિવારના સભ્યોએ સગીરાની શોધખોળ હાથ ધરી હતી જયારે સગીરા અંગે સગીરાની બહેન પણી અને સગા સંબંધીઓને ત્યાં સગીરાની શોધખોળ હાથ ધરી હતી.
ત્યારબાદ સગીરાના પરિવારના સભ્યોને થતા પરિવારના સભ્યોએ આજુબાજુના વિસ્તારમાં પણ સગીરાની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ સગીરાનો કોઈ જગ્યાએ ન મળતા તા.4 મેના રોજ સગીરાના પિતાએ નજીકના પોલીસ મથકે સગીરાના અપહરણ અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સગીરાનું અપહરણ કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધી સગીરાના અપહરણ અંગે ઘટના સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજની મદદથી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500