ઉમરગામના સંજાણ ગામ નજીક એલસીબી પોલીસ સ્ટાફનાં માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, સંજાણ નજીક આઇપીએલ 20-20 ક્રિકેટ મેચનો સટ્ટો રમી રહ્યા છે. જે બાતમીનાં આધારે પોલીસ બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા સ્થળ ઉપરથી 6 આરોપીઓ ક્રિકેટ મેચનો સટ્ટો બેટિંગની આઇડી મેળવી પોતાના આર્થિક ફાયદા અર્થે અન્ય બહારના ગ્રાહકોને બોલાવી લખનૌ સુપર જાયન્ટ અને કોલક્તા નાઈટ રાઈડર્સની લાઈવ મેચ ઉપર આઇડી ખોલી હાર-જીતના સોદાઓ કરી મેચ ઉપર સટ્ટો રમાડતા ઝડપાઈ ગયા હતા.
જોકે અચાનક પોલીસે રેડ કરી ઈસમોમાં રેહાન અને ફૈજાન સરવર સમસુદ્દીન અન્સારી (બંને રહે. ઉમરગામ, ગાંધીવાડી, ચિત્રકૂટ સાંઈ, કોમ્પ્લેક્સ ફ્લેટ નંબર-302, મૂળ પશ્ચિમ બંગાળ) તેમજ અસલમ મકબુલ શેખ (રહે.ગાંધીવાડી ચિત્રકૂટ સાઈ કોમ્પ્લેક્સ રૂમ નંબર-303, ઉમરગામ) તથા નિઝામ હનીફ હમિદ (રહે.ગાંધીવાડી ચિત્રકૂટ કોમ્પલેક્ષ ફ્લેટ નંબર-304, (મૂળ.ઝારખંડ) ના ઓની ધરપકડ કરવામાં આવી હતી.
જયારે અલ્તાફ મલેક (રહે.સંજાણ બંદર, ઉમરગામ) અને અમિત તિવારી (રહે.વાપી) નાઓ ભાગી જવામાં સફળ રહેતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા. ત્યારબાદ પોલીસે તમામ આરોપીઓની અંગજડતીમાં રોકડ રૂપિયા 28,600/-, એલ ઈડી ટીવી, 6 નંગ મોબાઇલ મળી કુલ રૂપિયા 97,100/-નો મુદ્દામાલ કબ્જે કરી 4 ઈસમોની ધરપકડ કરી અન્ય 2ને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500