વલસાડ રૂરલ પોલીસની ટીમ ગતરોજ રાત્રે પારનેરા હાઇવે ઉપર વાહન ચેકીંગમાં હતી. તે સમય દરમિયાન સુરત તરફ જતી એક કારને અટકાવી તપાસ કરતા કારની ડીકીના ચોરખાના માંથી 61 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી રૂરલ પોલીસે એફ.એસ.એલ.ની ટીમની મદદ મેળવી 61 કિલો ગાંજાના જથ્થા સાથે 2 ઇસમોની ધરપકડ કરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વલસાડ જિલ્લામાં મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઇ પટેલના ધરમપુર બરૂમાલ ખાતે સન્માનના કાર્યક્રમને લઈને જિલ્લામાં પોલીસે વાહન ચેકીંગ હાથ ધરાયું હતું. તે દરમિયાન વલસાડ રૂરલ પોલીસની ટીમે પારનેરા હાઇવે ઉપર વાહન ચેકીંગમાં હતા. તે સમયે સુરત તરફ જતી એક કાર નંબર એમએચ/48/એ/5686ને અટકાવી કારમાં તપાસ હાથ ધરતા કારની ડીકીમાં સ્પેરવ્હિલ મુકવાની જગ્યાએ એક ચોર ખાનું પોલીસે ઝડપી પાડ્યું હતું અને એ ચોર ખાનામાંથી સૂકી વનસ્પતિ મળી આવી હતી.
ત્યારબાદ વલસાડ રૂરલ પોલીસની ટીમે તાત્કાલિક વલસાડ એફ.એસ.એલ.ની ટીમની મદદ મેળવી અને રૂરલ પી.એસ.એલ.ની ટીમે તપાસ હાથ ધરતા ગાંજાનો જથ્થો હોવાનું એફ.એસ.એલ.ની ટીમે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું. ત્યારબાદ પી.એસ.એલ.ની ટીમે 61 કિલો ગાંજાના જથ્થા સાથે 2 ઇસમોની અટકાયત કરી અને રૂરલ પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ગાંજાનો જથ્થો સુરત આપવા જઇ રહ્યો હોવાનું જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500