Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉમરગામનાં ભિલાડ હાઇવે ઉપર ટ્રક અને રીક્ષા વચ્ચેનાં અકસ્માતમાં 2નાં મોત, 4 ઈજાગ્રસ્ત

  • May 11, 2022 

વલસાડનાં ઉમરગામ તાલુકાનાં ભિલાડ હાઇવે ઉપર આવેલ મોહનગામ ફાટક આગળ યાત્રીઓને લેવા ઉભેલી રીક્ષાને મુંબઈથી વલસાડ તરફ આવતી ટ્રકના ચાલકે ટ્રકને બેફિકરાઈ પૂર્વક હંકારી લાવી રિક્ષાને અડફેટે લીધી હતી. જોકે રિક્ષા આગળ ઉભેલા 6 શ્રમિકોને પણ અડફેટે લીધા હતા જે પૈકી 2 શ્રમિકોનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે ઘટનામાં 108ની મદદથી ઘાયલોને સારવાર અંતે નજીકની સરકારી હોસ્પિટલ અને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.



હાઇવે ઉપર ઉભેલા શ્રમિકો પૈકી 2 શ્રમિકોને મોત નિપજ્યા હતા, જ્યારે 4 ઇજાગ્રસ્તો પૈકી 2 ઇજાગ્રસ્તને વાપીની જીવનદીપ હોસ્પિટલ અને 2 યાત્રીઓને વલસાડ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડયા હતા. સુત્રો પસેથિએ મળતી માહિતી અનુસાર, ઉમરગામનાં ભિલાડ હાઇવે ઉપર આવેલ મોહનગામ રેલવે ફાટક પાસે એક રિક્ષા નંબર GJ/15/AT/2912નો ચાલક રિક્ષા પાર્ક કરી નજીકમાં આવેલી મારબલની દુકાનમાં કામ કરવા ગયો હતો.



જોકે રિક્ષાની આગળ 6 જેટલા શ્રમિકો રસ્તો ક્રોસ કરવા ઉભા હતા. તે દરમિયાન મુંબઈ તરફથી આવતી એક ટ્રક નંબર GJ/05/BZ/3600નાં ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે ટ્રકને હંકારી લાવીને હાઇવે ઉપર થર્ડ લેન્ડ ઉપર ઉભેલી રિક્ષાને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો અને રિક્ષાની આગળ ઉભેલા 6 શ્રમિકોને અડફેટે લીધા હતા.



જોકે આ અકસ્માતની ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓ થતા તાત્કાલિક ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા જયારે આ અકસ્માતમાં રિક્ષાનો ચપટાઈ ગઈ હતી અને અકસ્માતમાં 1નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાકીના ઇજાગ્રસ્તોને 108 અને IRBની એમ્બ્યુલન્સની મદદ મેળવીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વધુ એક શ્રમિકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.



જેમાં 2 શ્રમિકોને વલસાડ વાપીની જીવનદીપ હોસ્પિટલ અને 2 યાત્રીઓને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ ભિલાડ પોલીસની ટીમને થતા તાત્કાલિક ઘટમાં સ્થળે પહોંચી ટ્રાફિકને નડતર રૂપ ભાગ દૂર કરી હાઇવે ઉપર થયેલા ટ્રાફિક જામને સામાન્ય કરવાના પ્રયાસો કર્યો હતો. જોકે રિક્ષા ચાલકે પુરઝડપે દોડતી આવતી ટ્રકને જોઈને રિક્ષા આગળ ઉભેલા શ્રમિકોને ખસી જાવા બુમાબુમ કરી હતી જોકે ત્યાં સુધીમાં ટ્રકના ચાલકે શ્રમિકોને અડફેટે લઈ લીધા હતા. ઘટનામાં ટ્રક ચાલકને ભિલાડ પોલોસે ઝડપી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application