Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોગરવાડીમાં જુગાર રમતા 11 ઈસમો ઝડપાયા

  • February 22, 2021 

વલસાડ સીટી પી.આઈ. વી.ડી.મોરીએ આપેલી સુચના મુજબ વલસાડ સીટી પોલીસની ટીમે વહેલી સવારે પેટ્રોલિંગમાં હતી. તે સમયે મળેલી ખાનગી બાતમીના આધારે, પોલીસે મોગરવાડી હનુમાન ફળિયામાં ખુલ્લામાં ચાલી રહેલા જુગારધામ પર છાપો માર્યો હતો.

 

 

 

પોલીસને જોતા જ જુગારીઓમાં અફરા-તફરી મચી ગઈ હતી. પોલીસે જુગારધામ પર પહોંચી જતાં ત્યાં મચી ગયેલી અફરા-તફરી વચ્ચે 11 જુગારીઓને ઝડપી પાડી રૂપિયા 14,615/-, 6 નંગ મોબઈલ તથા ગંજીફાના પત્તા મળી કુલ રૂપિયા 37,615/નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિંહ હેતુભા ગોહિલએ નોંધાવેલ ફરિયાદનાં આધારે સીટી પોલીસે ઝડપાયેલા 11 અને નાસી છુટેલા 3 એમ કુલ 14 જુગારીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.(ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application