ગણેશ ચતુર્થીમાં ભગવાનની પૂજાને બદલે આજકાલ દૂષણ વધી રહ્યું છે અગાઉ ગણેશ ચતુર્થી સમયે દારૂની છોળો ઊડતી હોય તેવો વિડીયો વાયરલ થયેલા છે. તેવામાં હાલમાં ગણેશ ચતુર્થીનો એવો વીડિયો સામે આવ્યો છે કે જેને ગુજરાતની સંસ્કૃતિના લીરેલીરા ઊડાડી દીધા છે વલસાડના પારડીમાં યુપી બિહારની જેમ મહિલા ડાન્સરો દ્વારા અશ્લીલ ડાન્સ કરવામાં આવ્યો હતો અને તે પણ ગણેશ પંડાલની અંદર જોકે પોલીસે બાતમીના આધારે રેડ પાડતા દોડધામ મચી ગઈ હતી અને ડાન્સર યુવતીઓ, આયોજકો સહિત 10 લોકોની અટકાયત કરી હતી હવે ગુજરાતમાં પણ યુપી બિહાર જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેમાં મહિલા ડાન્સરો પોતાની અશ્લીલતાનો વધવું સરેઆમ અશ્લીલ પ્રદર્શન કરી રહી હોય છે અને લોકો તેની મજા માણી રહ્યા હોય છે.
વલસાડના પારડીમાં બાલદા જીઆઇડીસીની પાસે આવેલ ઈશ્વર નગરમાં સોસાયટીમાં ગણેશ મહોત્સવની આડમાં મહિલા ડાન્સરોનો મજા માણવામાં આવી રહી હતી અહીં બે મહિલા ડાન્સરો દ્વારા અશ્લીલ ડાન્સ કરવામાં આવી રહ્યો હતો. જેને જોવા માટે પુરુષો જ નહીં પણ નાના બાળકો અને મહિલાઓ પણ ત્યાં ઉપસ્થિત હતા આશરે 200 જેટલા લોકોના ટોળાની સામે આ મહિલા ડાન્સરો દ્વારા અશ્લીલ ડાન્સ રજૂ કરવામાં આવતો હતો એટલું જ નહીં મહિલા ડાન્સરો જ્યારે જ્યારે ગંદા ઠુમકા લગાવતી હતી ત્યારે તેમના પર પૈસાનો વરસાદ વરસાવવામાં આવતો હતો બુધવારની રાત્રે ગણેશ પંડાલમાં ચાલી રહેલા આ અશ્લીલ ડાન્સ ની માહિતી સ્થાનિક પોલીસને મળતા જ પારડી પોલીસે રેડ પાડી હતી પોલીસે રંગમાં ભંગ પાડતા જ અફરાતફરી મચી ગઇ હતી અને પોલીસથી બચવા લોકોએ રીતસરની દોઢ મૂકી હતી પોલીસે આ મામલે યુપી અને બિહાર ની બે ડાન્સર યુવતીઓની અટકાયત કરી છે આ ઉપરાંત પોલીસે ત્રણ ડાન્સરો સહિત 10 લોકોની અટકાયત કરી હતી આ ઉપરાંત સ્પીકર સહિતની સામગ્રી પણ કબજે લેવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હવે ગણેશ ચતુર્થી પર દુષ્કર્મ ના કિસ્સાઓ સતત વધી ગયા છે અને તેમાં પણ મહિલા ડાન્સ રોના અશ્લીલ ડાન્સ એ તો હદ વટાવી દીધી છે અને નાના છોકરાઓની આગળ મહિલાઓ દ્વારા કરવામાં આવતો આ અશ્લીલ ડાન્સ તેમના મન પર કેવી અસર કરશે તેનો પણ વિચાર આયોજકોએ જરા પણ કર્યો ન હતો ગણેશજીની પૂજા-અર્ચનાના સ્થળે મહિલાઓનાં નગ્ન ડાન્સ કેટલા યોગ્ય ગણી શકાય
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application