Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મકાન માંથી વિદેશી દારૂ સાથે 2 મહિલા અને 1 ઈસમ ઝડપાયો

  • April 15, 2021 

વલસાડ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર તથા ટીમે ગુંદલાવ પોલીસ ચોકી પાસે આવેલી એસબીઆઈ બેંક નજીક કોવીડ-19 અંતર્ગત પેટ્રોલીંગમાં હતી. તે સમયે બેંક પાસે આવેલ એક ઘર સામે કેટલાક ઈસમો ભેગા થયેલા જોવા મળ્યા હતા. તેથી પોલીસ ટીમે તે ઘર પાસે પહોંચી ત્યાં હાજર લોકો ભાગી છુટ્યા હતા અને ઘર પાસે બે મહિલાઓ અને એક ઈસમ ઉપર શંકાને આધારે પોલીસે ઘરમાં તપાસ કરી તો, રસોડાના ભાગે અને અન્ય ઠેકાણે સંતાડવામાં આવેલ દારૂ તથા બિયરની 23 બોટલો મળી આવી હતી.

 

 

 

 

પોલીસે દારૂ તથા બિયરનીનો જથ્થો, 1 નંગ મોબઈલ તથા એકટીવા મોપેડ નંબર જીજે/15/ડીએ/5408 મળી કુલ રૂપિયા 26,600/- મુદ્દામાલ સાથે મહિલા મીનક્ષીબેન કલ્પેશભાઈ પટેલ, રેવાબેન લલ્લુભાઈ પટેલ અને કલ્પેશભાઈ પટેલ (તમામ રહે.ગુંદલાવ,એસબીઆઈ પાસે) નાઓની ધરપકડ કરી ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application