Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ-૨૦૨૩ તિથલ બીચ ખાતે પોલીસ બેન્ડ દ્વારા દેશભક્તિ ગીતોની સુરાવલીએ પ્રવાસીઓમાં આકર્ષણ જમાવ્યું

  • August 14, 2023 

વલસાડને આંગણે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીના ભાગરૂપે તિથલ બીચ ખાતે પોલીસ બેન્ડે દેશભક્તિ ગીતોની સુરાવલી રેલાવી હતી. જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાની રાહબરી હેઠળ લોકોમાં દેશભકિતની ચેતના જગાવવાના પ્રયાસને ઉપસ્થિત લોકો/પ્રવાસીઓએ બિરદાવ્યો હતો. સંધ્યા સમયે મધરુતમ સમુદ્ર તટે મજા માણતા પ્રવાસીઓને દેશભકિત ગીતોનો આનંદ માણ્યો હતો. ''સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા'' સહિતના દેશભિકત ગીતોએ વાતાવરણને દેશ ભક્તિમય બનાવ્યું હતું. આ દેશભક્તિ ગીતોને પ્રવાસીઓએ મોટી સંખ્યામાં એકઠાં થઈને માણ્યાં હતાં. વલસાડના જ રહેવાસી એવા એક પ્રવાસી પરિવારે બેન્ડની પ્રશંસા કરતાં કહ્યું કે, રાજ્યકક્ષાની ઉજવણી વલસાડમાં થશે જેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અહીં આવી રહ્યા છે, આ ખૂબ ગર્વની વાત છે. વલસાડ શહેરને સુંદર સજાવી દેવાયું છે. પોલીસ બેન્ડ ખુબ સરસ દેશભક્તિના ગીતોથી પ્રેરણાં આપી રહ્યાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application