એક સ્ત્રી ગૃહિણી હોવાની સાથે સાથે પોતાની ટેલેન્ટને પણ ઉજાગર કરી શકે તેનું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત વલસાડની પૂજા જિનેશ મહેતાએ પુરૂ પાડ્યું છે. બાળપણથી જ બેડમિન્ટનના પોતાના શોખને કેળવીને અનેક ચેમ્પિયનશીપ મધ્યપ્રદેશના ઇન્દોરમાં મેળવીને લગ્નના ૧૭ વર્ષ બાદ ફરીથી પોતાની ટેલેન્ટ માટે સખત પરિશ્રમ કરી તા.૨૩ માર્ચ ૨૦૨૩ના રોજ ગોવામાં રમાયેલી યોનેક્ષ ઓલ ઇન્ડિયા માસ્ટર્સ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
જેમાં તેમણે સીંગલ્સ અને મીક્ષ ડબલ્સમાં ( ૪૫+ કેટેગરીમાં) નેશનલ ચેમ્પિયનશીપ જીતીને મહેતા પરિવારનું અને વલસાડનું ગૌરવ વધાર્યું છે. હવે તેઓ કોરીઆ મુકામે વર્લ્ડ ચેમ્પિયનશીપ માટે ભારતનું પ્રતિનિધિત્વ કરશે. હાલ પૂજા મહેતા વલસાડ નગરપાલિકાના સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં લગભગ ૫૦ જેટલાં સ્ટુડન્ટસને બેડ મિન્ટનની ટ્રેનિંગ આપી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application