Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડ પોલીસનાં દરોડા : રૂપિયા 3.87 લાખનાં મુદ્દામાલ સાથે ચાર જુગારીઓ ઝડપાયા

  • June 13, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં ઈનમાં ગામનાં ટોકરવા રોડ ઉપર ઈનમા ગામનાં સર્વે નંબર-21માં રામકૃપા ભીમજી યુગ ફાર્મ હાઉસની બાજુમાં આંબાની વાડીમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ચાર જુગારીઓ પોલીસ રેઈડમાં ઝડપાઈ ગયા હતા, જયારે એક જુગારીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, વાલોડ પોલીસ સ્ટાફનાં માણસો ખાનગી વાહનમાં બેસી શુક્રવારનાં રોજ વાલોડ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.



તે દરમિયાન બાતમી મળી હતી કે, ટોકરવા રોડ ઉપર ઈનમા ગામનાં સર્વે નંબર-21માં રામકૃપા ભીમજી યુગ ફાર્મ હાઉસની બાજુમાં આંબાની વાડીમાં ખુલ્લી જગ્યામાં બહારથી માણસો બોલાવી પૈસા પાના વડે જુગાર રમાડે છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો લીજ્જત પાપડ ઈનમા બુટવાડા થઈ બાતમીવાળી જગ્યા ઉપર પહોચતા આંબાની વાડીમાં કેટલાક ઈસમો ગોળ કુંડાળું કરી પત્તા પાના ઉપર પૈસા વડે હાર-જીતનો જુગાર રમતા હતા.



જેથી પોલીસે કોર્ડન કરી ચાર ઈસમોને ઝડપી પાડ્યા હતા અને બીજા ઈસમો ભાગવા જતાં પોલીસે એક ઈસમને ઓળખી નાંખ્યો હતો. ત્યારબાદ પોલીસે જુગારીઓની અંગ ઝડતી દરમિયાન રોકડા રૂપિયા 46,350/- તથા દાવ ઉપરનાં રૂપિયા 15,800/- તેમજ મોબાઈલ નંગ 4 જેની કિંમત રૂપિયા 15,500/- એક ફોર વ્હીલ તથા પાંચ વાહનો જેની કિંમત રૂપિયા 3,10,000/- મળી કુલ રૂપિયા 3,87,650/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.


પોલીસ રેઈડમાં જુગાર રમતા ઝડપાયેલ ચાર જુગારીઓ..


1.યુસુફખાન મન્સુરખાન પઠાણ (રહે.માલીવાડ, શાકભાજી માર્કેટ, વ્યારા),

2.સંજય જીતેન્દ્રભાઈ ગામીત (રહે.ચાર રસ્તા પાસે, વાલોડ),

3.રાજેન્દ્ર ઈન્દુભાઈ વાસવાણી (રહે.રામનગર સોસાયટી, ગામ-રાંદેર, સુરત) અને

4.વિશાલ રમેશભાઈ રાણા (રહે.નવી વસાહત, હનુમાન મંદિરની પાછળ, વ્યારા).


વોન્ટેડ જુગારી...

1.પીન્ટુ રામચંદ્ર (રહે.ચાર રસ્તા પાસે, વાલોડ).


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application