વાલોડનાં રોયલ પાર્ક વિસ્તારમાં રહેતી એક મહિલા પોતાની બે બાળકીઓની સારવાર માટે દવાખાને બારડોલી જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ મહિલા અને બે પુત્રીઓનો કોઈ ખબર ન મળતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, વાલોડ રોયલ પાર્ક ખાતે રહેતા સમાબાનુ તાસીર અહેમદ રાયન અને તેની બે પુત્રીઓ સારા અને સમાયરા તેમના રોયલ પાર્ક ખાતે આવેલ ભાડાના મકાનમાં રહેતા આવેલ છે. જયારે સમાબાનુ ગત તારીખ 20નાં રોજ તેના પતિ તાસીર અહેમદ રાયન કે જેઓ ઉત્તરપ્રદેશ ગયા હતા જેથી તેમને ફોન પર પુત્રીઓની સારવાર કરાવવા માટે બારડોલી વાત્સલ્ય હોસ્પિટલમાં જવાનું જણાવતા પતી તાશીર અહમને જણાવ્યું હતું કે કોઈક વાહન ભાડે કરી દવાખાને જઈ આવજે તેમ જણાવ્યું હતું.
ત્યારબાદ આશરે ત્રણ કલાકના અરસામા તાસીર અહેમદ ઉપર તેની પત્નીના ફોન ઉપરથી કોઈક અજાણ્યા ઇસમ દ્વારા તેની પત્ની સમાબાનુ અને બંને પુત્રીઓની અકસ્માત થયો છે એમ કહી ફોન કટ કરી ફોન બંધ કરી દેવામાં આવ્યો હતો. ઘટના અંગેની જાણ તાસીર અહેમદી વાલોડ ખાતે રહેતા તેમના સાળીને ફોન ઉપર સગડી હકીકત જણાવતા તાસીર અહમદના સગાઓએ વાલોડ, બારડોલી, વ્યારા તથા સુરતની હોસ્પિટલોમાં તપાસ કરી હતી અને સગા સંબંધીઓને ઘરે પણ તપાસ કરી હતી. પરંતુ સમાબાનુ મળી ન આવતા આખરે વાલોડ પોલીસ સ્ટેશનમાં સમાબાનુ તેની બે પુત્રી સારા અને સમાયરા ગુમ થયા હોવા બાબતે વાલોડ પોલીસમાં ફરિયાદ નોંધાય હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application