મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં જામણીયા ગામનાં બાળવી ફળિયામાંથી વગર પાસ પરમિટે વિદેશી દારૂનું વેચાણ કરનાર એક ઈસમ ઝડપાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, વાલોડ પોલીસ સ્ટાફના માણસો રવિવારનાં રોજ બપોરનાં સમયે બુહારી આઉટ પોસ્ટ વિસ્તારમાં પ્રોહી. અંગેની રેઈડમાં નીકળ્યા હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, જામણીયા ગામનાં બાવળી ફળિયામાં રહેતો એક ઈસમ પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો સ્થળ ઉપર પહોંચતા એક ઈસમ હાજર મળી આવ્યો હતો જેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, પરેશભાઈ સુરેશભાઈ હળપતિ હોવાનું જણાવ્યું હતું જોકે પોલીસે ઝડપાયેલ ઈસમને સાથે રાખી ઘરમાં તથા આજુબાજુમાં તપાસ કરતા ઘરના પજારીનાં ભાગે એક પ્લાસ્ટીકનો કોથળો મળી આવ્યો હતો જેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી અઆવી હતી. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે પરેશ હળપતિ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application