વાલોડ તાલુકાના મોરદેવી ગામે નાચનીયા ફળિયામાં છેલ્લા કેટલાક દિવસોથી વાનરએ આંતક મચાવી, પાગલ થઈ લોકો ઉપર હુમલા કરી રહ્યા છે. ત્યારે સવારે ભઠ્ઠા પર કામ કરનાર શ્રમિક પરિવારનો પુત્ર રીતીક તેના મિત્રો સાથે ઝાડ નીચે બેસી રમી રહ્યો હતો ત્યારે અચાનક ઝાડ પરથી વાનર બાળકોની નજીક આવી ગયો અને રીતીકના પગે હુમલો કરી ઘૂંટણના નીચેના ભાગે બચકા ભરી લેતા લોહી વહેવા લાગ્યું હતું. જેથી બાળકને તાત્કાલિક સારવાર માટે દવાખાને લઈ જતા બાળકના શરીરે 12 ટાંકા આવ્યા હતા.
બનાવ અંગે WCCB વોલેએન્ટીયર વાલોડના ઇમરાન વેદ પર મોરદેવીના માજી સરપંચ નો કોલ આવતા તાત્કાલિક પાંજરું ગોઠવી વાનરને પાંજરે પૂર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application