મનિષા એસ.સુર્યવંશી/તાપી : વાલોડનાં સ્યાદલા ગામની સીમમાં શેરડીનાં ખેતરમાંથી જુગાર રમતા ત્રણ અને રમાડનાર એક જુગારી ઝડપાતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, વાલોડ પોલીસ સ્ટાફનાં માણસોને ગુરૂવારનાં રોજ ખાનગી રાહે બાતમી મળી હતી કે, સ્યાદલા ગામમાં રહેતા ધર્મેશભાઈ રાજુભાઈ હળપતિ સ્યાદલા ગામની સીમમાં શેરડીનાં ખેતરમાં કેટલો ઈસમો સાથે મળી બેટરીનાં અજવાળે પાના પત્તાનો હારજીતનો જુગાર રમાડે છે.
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યા પર પહોંચતા ત્યાં શેરડીનાં ખેતરમાં જતા ત્યાં આગળ કેટલાક ઈસમો ગોળ કુંડાળું વાડી મોબાઈલની ફ્લેસ લાઈટનાં અજવાળે પત્તા પાના ઉપર પૈસા વડે હારજીતનો જુગાર રમતા હોય જેથી પોલીસે કોર્ડન કરી ચાર જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જયારે પોલીસને જોઈ ત્રણ જુગારીઓ ભાગી છુટ્યા હતા. આમ પોલીસે ઝડપાયેલ જુગારીઓની અંગઝડતીમાંથી તેમજ દાવ ઉપરનાં રોકડા રૂપિયા 17,200/- તેમજ મારૂતિ વાન તથા સ્વીફ્ટ કારનાં રૂપિયા 3,50,000/- અને જુગાર રમવાનાં સાધનો મળી કુલ રૂપિયા 3,67,200/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલા ચાર જુગારીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે ત્રણને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
વાલોડ પોલીસ રેઈડમાં ઝડપાયેલ ચાર ત્રણ જુગારીઓ...
1.અલ્તાફ ગુલામ મંસુર (રહે.બાજીપુરા ગામ, મસ્જીદ ફળિયું, વાલોડ),
2.મુસા મફદર શાહ (રહે.કતારગામ, સુરત),
3.વિનોદ હરજીભાઈ પરમાર (રહે.કતારગામ, સુરત) અને
4.ધર્મેશ રાજુભાઈ હળપતિ (રહે.સ્યાદલા ગામ, વાલોડ).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500