તાપી જિલ્લાનાં વાલોડ તાલુકાનાં દેગામા ગામમાંથી દેશી દારૂનાં મુદ્દામાલ સાથે એક મહિલાને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, વાલોડ પોલિસ સ્ટાફના માણસો સોમવારે સાંજના સમયે ખાનગી વાનાહમાં બેસી પ્રોહી. ગુન્હા અંગેની રેઈડમાં નીકળેલ હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, દેગામા ગામનાં ધોધીયા ફળિયામાં રહેતી, હારૂબેન સુરેશભાઈ ગામીતએ વગર પાસ પરમિટે પોતાના ઘરની પજારીના ભાગે પ્લાસ્ટિકની કેનમાં સંતાડી મુકેલ દેશી દારૂનાં મુદ્દામાલ સાથે પોલીસ રેઈડમાં મહિલા ઝડપાઈ ગઈ હતી. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈની ફરિયાદના આધારે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application