Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડ : નાઈટ ડ્યુટી પૂરી કરી પરત ફરતા બાઈક ચાલક યુવકનું મોત

  • February 12, 2024 

વાલોડ તાલુકાના ડુમખલ પેપરમીલમાંથી નાઈટ ડ્યુટી કરી ટુ-વ્હીલર પર ઘરે પરત ફરતા સમયે વાલોડ બુહારી રોડ ઉપર ગોલણ ગામની સીમમાં ટ્રકનાં વચ્ચેનાં ભાગે અડફેટે આવી જતા યુવકનું મોત નીપજ્યું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ડુમખલ ગામે આવેલ પેપરમિલમાં અરવિંદભાઈ ચૌધરી (ઉ.વ.30., રહે.બામણામાળદુર ગામ, નિશાળ ફળિયું, ડોલવણ)નાંઓ ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરતો હતો.


જે નાઈટ ડ્યુટી પૂરી કરી મિલમાંથી છૂટી સવારે બાઇક નંબર GJ/26/E/6995 પર ઘરે જતો હતો તે સમયે ગોલણ થઈ બુહારી પાસેથી પસાર થતો હતો તે દરમિયાન ગોલનાં ગામની સીમમાં સ્ટેટ હાઇવે ઉપર સાંઈ કામના પાટિયા નજીક ખેતર તરફ જવાના કાચા રસ્તે ટ્રક નંબર GJ/05/BU/6315નાં ચાલકે અચાનક ટ્રક વાળી દેતા વિપુલભાઈ ચૌધરીની બાઈક ટ્રકના વચ્ચેના ભાગે અથડાઈ હતી બાઈક ટ્રકના પાછળના ભાગે આવી જતા ચાલક વિપુલભાઈ ચૌધરીને ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application