લગ્ન એ કોઈ પણ વ્યક્તિના જીવનમાં ખુબ મહત્વની બાબત છે. કપડાં, દાગીના...કેટ કેટલી ખરીદી કરવાની હોય છે. યુવતીઓના મનમાં એક અનેરો ઉમળકો હોય છે. કપડાં ખરીદવા અને સિવડાવવા માટે ખુબ જદ્દોજહેમત થતી હોય છે. કપડાં ક્યાંથી ખરીદવા કોની પાસે સિવડાવવા. ફિટિંગમાં જો કઈ ગડબડ થાય તો આવી બને. મહિલાઓ માટે આ બધી વાત ખુબ મહત્વની બની જતી હોય છે.
આવામાં જો સિવડાવવા નાખેલા કપડાંમાં લોચા પડે તો શું? વડોદરામાં આવો જ એક મામલો જોવા મળ્યો છે. એક મહિલાએ લગ્ન પહેલા બુટિકમાં જઈને પોતાના નવા બ્લાઉઝ સિવડાવવા નાખ્યા. પરંતુ જ્યારે તે બ્લાઉઝ ફિટિંગમાં ઉણું ઉતર્યું તો તેને ઠીક કરવા માટે કહ્યું. જેના પર દરજીએ ફિટિંગ ઠીક કરવાની ના પાડી દીધી. આ વાતથી નારાજ થઈને મહિલાએ તેના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી. આ મામલે વડોદરાના કન્ઝ્યૂમર ફોરમે કહ્યું કે લગ્નના કપડાં જો બરાબર ફીટ ન આવે તો તો તે ખુશીનો માહોલ ખરાબ કરી શકે છે અને તેને પહેરનારા વ્યક્તિએ પરેશાની ભોગવવી પડી શકે છે. જેના કારણે ફોરમે એક બુટિકને એક મહિલાને થયેલી પરેશાની બદલ 5000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો.
અમદાવાદની રહીશ દીપિકા દવેએ લા વિચિત્રા નામના બુટિકમાં ત્રણ બ્લાઉઝ સિવડાવવાનો ઓર્ડર આપ્યો હતો. આ માટે તેણે 2700 રૂપિયા પણ આપ્યા હતા. દીપિકા જ્યારે બ્લાઉઝ લેવા ગઉ તો તેણે જ્યારે તે ટ્રાય કર્યા તો તે બરાબર ઠીક આવ્યા નહીં. તેણે બુટિકને નવા બ્લાઉઝના કપડાં લઈને તેને યોગ્ય રીતે સિવવા જણાવ્યું પરંતુ દુકાનદારે ના પાડી દીધી. ત્યારબાદ દીપિકાએ વડોદરાના Consumer Dispute Redressal Forum જવાનું નક્કી કર્યું. ફોરમે માન્યુ કે બ્લાઉઝ બરાબર સિવેલું નહતું જેણે દીપિકાના લગ્નની ખુશીને ઓછી કરી નાખી અને તેને માનસિક પરેશાની પણ થઈ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500