Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડોદરાના મેડિકલ ઓફિસર હનીટ્રેપમાં ફસાયા

  • April 14, 2024 

જો તમે પણ મહિલા પાસે મસાજ કરાવવાના શોખીન છો તો સુધરી જજો કારણ કે વડોદરાના એક મેડિકલ ઓફિસરને મહિલા પાસે મસાજ કરાવવો મોંઘો પડયો છે. ફેસબૂક પર અજાણી મહિલા સાથે મિત્રતા અને બાદમાં મસાજ માટેની ઓફરે મેડિકલ ઓફિસરને એવા ફસાવ્યા કે ખિસ્સા ખાલી કરવાનો વારો આવી ગયો.  વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં એક મહિલા દ્વારા મેડીકલ ઓફિસરને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલવામાં આવી હતી, બાદમાં મસાજ કરાવવા બોલાવીને મેડિકલ ઓફિસરનો નિર્વસ્ત્ર થયેલો વિડીયો ઉતારીને હનીટ્રેપમાં ફસાવ્યાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. જેમાં મહિલાના સાગરીતોએ પોલીસ બનીને દરોડો પાડીને 10 લાખની માંગણી કરી 1 લાખ પડાવી લીધા હતા અને બાદમાં બાકીના રૂપિયાની ઉઘરાણી કરતા હતા. જોકે ભોગ બનનારે પોલીસનો સંપર્ક કરતા હનીટ્રેપ કરતી ટોળકી પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે.


પ્રાપ્ત મહિતી અનુસાર શહેરના ન્યુ સમા રોડ વિસ્તારમાં રહેતા અને એક કંપનીમાં ફરજ બજાવતા મેડીકલ ઓફિસર થોડા દિવસ પહેલા જુહી લાબના નામની યુવતીની ફ્રેન્ડ રીક્વેસ્ટ ફેસબુક પર આવી હતી. જે ફ્રેન્ડ રીક્વેસ્ટ સ્વીકારીને અતુલ પટેલે જુહી સાથે ચેટ શરુ કરી હતી. જુહીએ પોતે મસાજ થેરાપીસ્ટ તરીકેની ઓળખ આપીને મસાજ કરવવા માટે નો પ્રસ્તાવ મુક્યો હતો. જે બાદ મેડીકલ ઓફિસરે 1000રૂ.માં મસાજ કરાવવાનું નક્કી કર્યું હતું. મેડીકલ ઓફિસર જુહીના ઘરે ગોત્રી સંસ્કાર નગર ખાતે પહોચ્યા હતા. જ્યાં બેડરૂમમાં જઈને મસાજ માટે કપડા કાઢતાની સાથે જ ત્રણ ઇસમો ઘરમાં ધસી આવ્યા હતા અને પોલીસ પોલીસ હોવાની ઓળખ આપી હતી.


પોલીસના સ્વાંગમાં આવેલા ત્રણ વ્યક્તિઓએ એપાર્ટમેન્ટમાંથી ફરિયાદ આવી છે. અહી ગેરકાયદે પ્રવૃત્તિ ચાલે છે તેમ કહીને એક અરજી જેવું કાગળ બતાવ્યું હતું. જયારે અન્ય એક વ્યક્તિએ મેડીકલ ઓફિસર અને જુહીનો વિડીયો ઉતારી લીધો હતો અને ફ્લેટ સીલ કરીને ધરપકડ કરવાની ધમકી આપી હતી. પોલીસના નામથી ડરી ગયેલા મેડીકલ ઓફિસરે બહાર જ પતાવટ માટે રજૂઆત કરતા જ પોલીસના સ્વાંગમાં આવેલા ગઠીયાઓએ 10 લાખ રૂ.ની માંગણી કરી હતી અને રૂપિયા નહિ આપે તો કેસ કરીશું તેવી ધમકી ઉચ્ચારી હતી. ફરિયાદી મેડીકલ ઓફિસર પાસે રૂપિયા નથી તેમ કહીને એટીએમ કાર્ડ ઘરે છે તેમ જણાવતા ત્રણેય ગઠિયાઓ મેડીકલ ઓફિસર ને લઈને તેઓના ઘરે જઈને એટીએમ કાર્ડ લઈને 1 લાખ રૂ. ઉપાડી લીધા હતા. બાકીના રૂપિયા સાંજે આપવા પડશે નહિ તો વિડીયો વાયરલ કરીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી ઉચ્ચારી હતી.


બીજા દિવસે મસાજ માટે બોલાવનાર મહિલા જુહી લાબનાએ પણ ફોન  કરીને ફરિયાદી પાસે રૂપિયાની માંગણી કરી હતી. અને રૂપિયા નહિ આપે તો બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ચીમકી ઉચ્ચારતા મેડીકલ ઓફિસરે ગોત્રી પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. ગોત્રી પોલીસે હનીટ્રેપ મામલે ફરિયાદ લઈને મહિલા જાગૃતિ ઉર્ફે જુહી, યોગેશ લવાણા, સની બારોટ,અનિલ બારોટની ધરપકડ કરીને ગુનામાં વપરાયેલી એક કાર કબજે લીધી છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓ દ્વારા અગાઉ પણ આ પ્રકાર ના ગુના આચરાયા હોય તેવી પોલીસને શંકા છે.જેથી ગોત્રી પોલીસ દ્વારા સમગ્ર ગુનામાં અન્ય કોઈ આરોપી સામેલ છે કે કેમ તેમજ આરોપીઓ દ્વારા અગાઉ કોઈ ગુનાઈત પ્રવૃત્તિ આચરવામાં આવી છે કે નહિ તે દિશામાં વધુ તપાસ હાથ ધરવા માટે આરોપીઓ ના રિમાન્ડ મેળવવા ની તજવીજ હાથ ધરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application