Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાત રાજ્યમાં વડોદરા શહેર સૌથી પ્રદુષિત શહેર, વાપીમાં પ્રદુષણનું સ્તર ઘટ્યું : રીપોર્ટ

  • September 23, 2022 

ગુજરાત વિધાનસભાનું બે દિવસ ચાલેલા અંતિમ સત્રના અંતિમ દિવસ હતો. આ અંતિમ દિવસમાં વિધાનસભા ગૃહમાં CAGનો એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં પ્રદુષિત હવાની ચકાસણી યોગ્ય રીતે ન ગોઠવવા માટે GPCBની ટીકા કરવામાં આવી હતી.આ રિપોર્ટના ગુજરાત સરકારની ટીકા કરી હતી અને સાથે સાથે કહ્યું હતું કે GPCB તંત્ર ફક્ત 14 મોટા શહેર અને મુખ્ય એવા 82 મથકો નજીકની જ હવાની દેખરેખ રાખે છે તેમજ અન્ય સીટી,ઔધોગિક વિસ્તાર, ખાણખનીજ વિસ્તારની દેખરેખ યોગ્ય રીતે થતી નથી અને આ વિસ્તારમાં પ્રદુષણ પર કોઈ કંટ્રોલ રાખવામાં આવતું નથી.



આ કેગના અહેવાલ પ્રમાણે ગુજરાતના સૌથી પ્રદુષિત એવા વાપીમાં પ્રદુષણનું સ્તર ઘટ્યું હતું જો કે આ અહેવાલમાં ગુજરાતનું વડોદરા રાજ્યનું સૌથી પ્રદુષિત શહેર હોવાનું જણાવવામાં આવ્યું હતું. વાપીમાં પ્રદુષણ ઘટવાથી પ્રદૂષણો સૂચકાંક 88.09થી ઘટી 79.95 જેટલો થયો હતો. આ અહેવાલમાં વડોદરાનો સૂચકાંક વધીને 89.09 જેટલો પહોંચી ગયો છે. આ અહેવાલમાં વાપી, અંકલેશ્વર, વટવા-નારોલ અને ઓઢવમાં પ્રદુષણ ઘટ્યું છે. આ ઉપરાંત અન્ય શહેરના સૂચકાંક પણ જાહેર કરવામાં આવ્યો હતો તેમાં રાજકોટની વાત કરીએ તો શહેરમાં પ્રદૂષણનો સૂચકઆંક 66.76થી વધી 70.62 થયો છે.


11 પેટ્રોલ પંપ પર ભેળસેળ યુક્ત બળતણ


ગુજરાતના પેટ્રોલપંપ અને પીયુસી સેન્ટર અંગે પણ કેગમાં અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા નિગમ દ્વારા પેટ્રોલપંપની યોગ્ય તપાસ પણ કરવામાં આવી નથી. કુલ 33 હજાર 584 પેટ્રોલપંપમાંથી ફક્ત 1 હજાર 506 પેટ્રોલપંપની જ યોગ્ય તપાસ કરવમાં આવી હતી અને આ તાપસમાં 11 જ પેટ્રોલપંપમાં ભેળસેળયુક્ત ઇંધણ વહેંચવામાં આવતું હતું. 2018-2019ના અહેવાલમાં રાજ્યમાં 2.25 કરોડ વાહનો સામે 1 હાજર 192 પીયુસી કેન્દ્ર જ હાલ શરૂ હતા અને આ કેન્દ્રમાં પણ યોગ્ય નિયમોનું પાલન કરવામાં આવતું ન હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application