વડોદરામાં વ્હાઈટ હાઉસને તોડવાની કામગિરી ગઈકાલથી શરુ થઈ છે. સતત 24 કલાક આ કામગિરી શરુ કરવામાં આવી છે. 80 ટકા હિસ્સો તોડી પાડવામાં આવ્યો છે. જિલ્લા ટીમ,માલતદાર, વીએમસીની ટીમ અને એસડીએમને સાથે રાખીને આ કામગિરી શરુ રાખવામાં આવી છે. હજુ પણ દબાણ હટાવવાની આ કામગિરી ચાલું રાખવામાં આવશે.
100 કરોડની જમીન પર બાંધવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો જેસીબી દ્વારા દૂર કરવાની કામગિરી આજે પણ ચાલું રાખવામાં આવી છે. વ્હાઈટ હાઉસ પર ગઈકાલથી જ બુલડોઝર પોલીસ બંદોબસ્ત સાથે ફેરવવામાં આવ્યું હતું. વડોદરામાં વ્હાઈટ હાઉસ આસપાસની બાંધવામાં આવેલી જગ્યા તોડ્યા બાદ વ્હાઈટ હાઉસ પણ તોડી આ ભાગને ખુલ્લો કરાઈ રહ્યો છે.
80 ટકા હિસ્સો તોડી પાડવામાં આવ્યો છે. ત્યારે મકાન તોડવાની કામગિરી સાંજ સુધી ચાલશે. સરકારના વિવિધ વિભાગોની ટીમોની હાજરીમાં આ કામગિરી શરુ રાખવામાં આવી છે.ગેરકાયદેસર બાંધકામ કર્યા બાદ અગાઉ નોટીસ પણ આપવામાં આવી હતી. હાઈકોર્ટ દ્વારા મેટર સ્વિકારવાનો ઈન્કાર કરી દેતા આ કાર્યવાહી ચાલું રખાઈ છે.
હાઈકોર્ટે લેન્ડ ગ્રેબિંગ મામલે ઈન્કાર કરી દેતા આ કામગિરી ગઈકાલે તાબતોડ શરુ કરાઈ હતી. જેમાં આજ સાંજ સુધીમાં આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું છે. ભૂ માફીયાએ એન્ડ કંપનીએ સરકારી જમીન પર ઉભા કરેલા દબાણો છેવટે તોડી દાખલો પણ બેસાડવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500