Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડોદરા ફાયર બ્રિગેડે ફાયર સેફ્ટીનાં અભાવનાં કારણે ઓટોમોબાઇલ્સનાં બે શો રૂમને સીલ કર્યા

  • June 09, 2024 

વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફ્ટીના ચેકિંગ માટે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન ઓટોમાબાઇલ્સના બે શો રૂમને સીલ કરવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડના સૂત્રોએ કહ્યું છે કે, ડભોઇરોડ સોમાતળાવ ખાતેના એમ એમ વોરા શો રૂમ સહિત બે શો રૂમને સીલ કરવામાં આવ્યા છે. જ્યારે બરોડા મેડિકલ કોલેજના ડીનની ઓફિસમાં ફાયર સેફ્ટીની પુરતી સુવિધા કરાવી લેવા નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત અલકાપુરીના જીજે સેન્ટ્રલ મોલ, પાદરાની ગોકુલ રેસિડેન્સી, પાદરાની બેન્કર નર્સિંગ હોમ, પાદરાની જ્યુપિટર હોસ્પિટલ અને અંકુલ વિદ્યાલયને પણ નોટિસ આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application