Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડોદરા શહેર પોલીસ કમિશનરે પોલીસ ખાતામાં 10 પી.આઇ. અને 32 પોલીસ કર્મીઓનાં બદલીના હુકમ કર્યા

  • November 24, 2023 

વડોદરા શહેર પોલીસ કમિશનરે પોલીસ ખાતામાં 10 પીઆઇ તેમજ 32 પોલીસ કર્મીઓ સહિત સાગમટે બદલીના હુકમ કર્યા છે. વડોદરા શહેર પોલીસ કમિશનરે અકોટા અને કુંભારવાડાના બે નવા પોલીસ સ્ટેશન શરૂ કરવાની જાહેરાત કરી છે. બંને પોલીસ સ્ટેશન તૈયાર થઈ ગયા બાદ કુંભારવાડાના પી.આઇ. તરીકે ટ્રાફિક શાખાના વાય એમ મિશ્રાને મૂકી અગાઉના પી.આઇ. ડી.વી.ઢોલાને પાણી ગેટ પોલીસ સ્ટેશનમાં તેમજ સ્પેશ્યલ બ્રાન્ચના પી.આઈ. એસ.એમ.વેકરીયાને અકોટા પોલીસ સ્ટેશનના પી.આઇ. તરીકે મૂકવામાં આવ્યા છે.



આ ઉપરાંત ઇકો સેલના મહિલા પી.આઇ. એચ.ડી.તુવરને ડીસીબી પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે અને સાથે એમઓબીનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે. જ્યારે ઝેડ એન ધાસુરાને ઇકો સેલમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત જેપી રોડના આર.ડી.ચૌહાણને બાપોદ પોલીસ સ્ટેશનમાં, અકોટાના પી.આઈ. એસ.એમ.સાગરને જેપી રોડ પોલીસ સ્ટેશનમાં, બાપોદના પી.આઇ. એસ.એમ.વસાવાને વારસિયા પોલીસ સ્ટેશનમાં તેમજ પાણી ગેટના પી.આઇ. એસ.એ.ગોહિલને મિસિંગ સેલના પી.આઇ. તરીકે અને એ.એમ.ગઢવીને સાયબર ક્રાઇમમાં મૂકવામાં આવ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application