વડોદરાનાં કરજણ તાલુકાનાં વલણ ગામમાં રહેતા યુવાને પોતાના મોબાઇલમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફિને લગતો વીડિયો જોયા બાદ અપલોડ કરતા રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા યુવાનની ધરપકડ કરવામાં આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (એનસીસીઆરપી) પરથી ચાઇલ્ડ પોર્નોગ્રાફિને લગતા ગુજરાતમાં અપલોડ થયેલા વીડિયોની વિગતો રાજ્યની સીઆઇડી ક્રાઇમને મોકલવામાં આવી હતી. જેમાં કુલ 51 ચાઇલ્ડ પોર્નોગ્રાફિને લગતા વીડિયોમાં એક વીડિયો ચેક કરતાં તે તા.22 જાન્યુઆરી 2021નાં રોજ વોટ્સઅપ સોશિયલ મીડિયા પર અપલોડ થયો હતો.
આ અંગે વડોદરા રેન્જ સાયબર ક્રાઇમને વિગતો મોકલી તપાસ કરવાનું જણાવતા જે નંબર પરથી વીડિયો અપલોડ થયો હતો તે નંબરનો ઉપયોગ કરતાં ભાવેશ જયંતિ ગોહિલ (રહે.વલણ તા.કરજણ) નાને બોલાવી તેનો મોબાઇલ ચેક કર્યો ત્યારે તેના મોબાઇલમાં કુલ 100 જેટલા પોર્નોગ્રાફિને લગતા વીડિયો જણાયા હતા. જે વીડિયો પૈકી ત્રણ વીડિયો ચાઇલ્ડ પોર્નોગ્રાફિને લગતા હતાં. ચાઇલ્ડ પોર્નોગ્રાફિ જોવી અને તેને અપલોડ કરવી તેમજ શેર કરવો ગંભીર પ્રકારનો સાયબર ક્રાઇમ છે જેથી તેની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, વલણ ગામમાં રહેતો યુવાન પરિણીત છે એટલું જ નહી પરંતુ તેને સાત વર્ષની માસૂમ બાળકી પણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application