Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એસટી બસમાં કંડક્ટરની બેદરકારીના કારણે વિકલાંગ દંપતીને નડ્યો અકસ્માત

  • August 09, 2021 

વડોદરાનાં છાણી જકાતનાકા પાસે એસટી બસમાંથી વિકલાંગ દંપતી ઉતરતા હતા તે સમયે કન્ડક્ટરની બેદરકારીના પગલે અકસ્માત સર્જાયો હતો. બેલ વાગતા ડ્રાઈવરે ગાડી હંકારતા બસમાંથી ઊતરી રહેલા વિકલાંગ દંપતી પૈકી પત્નીને ઇજા પહોંચતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેતા મીનાબેન મકવાણા અને તેમના પતિ દિનેશભાઈ મકવાણા બંને વિકલાંગ છે. 1લી ઓગસ્ટના રોજ તેઓ બોરસદ ખાતે સબંધીના ખબર અંતર પૂછવા માટે ગયા હતા. જ્યાંથી બીજા દિવસે પરત વડોદરા માટે બોરસદ બસ સ્ટેશન ખાતેથી એસટી બસમાં મુસાફરી કરી રહ્યા હતા. તે દરમિયાન છાણી જકાતનાકા પાસે બસ ઉભી રહેતા દિનેશભાઈ પહેલા ઉતર્યા હતા. ત્યારબાદ કન્ડક્ટરે બેલ મારતા મીનાબેને જણાવ્યું હતું કે, હું અપંગ છું નીચે ઉતરતા સમય લાગશે. તેમ છતાં મીનાબેન નીચે ઉતરતા સમયે કંડક્ટરે બેદરકારી દાખવી બેલ વગાડતા ડ્રાઈવરે બસ હંકારી હતી. જેથી મીનાબેને બસમાંથી જમીન પર પટકાયા હતા. આ અકસ્માતમાં મીનાબેનને થાપાના ભાગે ફ્રેક્ચર તથા શરીરે ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે ફતેગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application